નોરા ફતેહી ભૂતકાળમાં ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી અને તે ઘણી જગ્યાએ ફોટોશૂટ કરાવતી પણ જોવા મળી હતી. તેનું લેટેસ્ટ ગીત ડાન્સ મેરી રાની રિલીઝ થયું હતું અને તેણે તેને જોરદાર પ્રમોટ પણ કર્યું હતું. પરંતુ હવે નોરા ફતેહીને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. નોરાએ માહિતી આપી છે કે, તે કોરોનાથી સંક્રમિત છે અને તેની તેના પર ખરાબ અસર પડી છે. તેણે ચાહકોને સુરક્ષિત રહેવા કહ્યું છે. નોંધનીય છે કે, એક પછી એક બોલિવૂડ સેલેબ્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.
કોરોનાથી સંક્રમિત હોવાની માહિતી આપતા નોરા ફતેહીએ લખ્યું છે કે, ‘નમસ્તે મિત્રો, કમનસીબે હું આ સમયે કોરોના સામે લડી રહી છું. સાચું કહું તો એણે મને ખરાબ રીતે માર્યો છે. હું પથારીમાં છું અને થોડા દિવસો માટે ડોકટરોની દેખરેખ હેઠળ રહેવું પડશે. સુરક્ષિત રહો અને આશા રાખો કે તમે માસ્ક પહેર્યું છે, તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને કોઈને પણ સંક્રમિત કરી શકે છે. આ કોઈને પણ થઈ શકે છે. હું આની સાથે યુદ્ધ લડી રહી છું, અને આ ક્ષણે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તમારા સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો.
તમને જણાવી દઈએ કે બોલિવૂડ સ્ટાર્સના કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યાં છે. નોરા ફતેહી પહેલા અર્જુન કપૂર, રિયા કપૂર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયાના સમાચાર હતા. તેમની પહેલા કરીના કપૂર અને અમૃતા અરોરા પણ કોરોના સંક્રમિત થઈ ચુકી છે. જોકે હવે તે ઠીક છે.