India

બચપન કા પ્યાર ફેમ સહદેવનો માર્ગ અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્ત

છત્તીસગઢનો સહદેવ તેના વર્ગખંડમાં ગાયેલા ગીત બચપન કા પ્યારથી રાતોરાત ફેમસ થઇ ગયો. તેનો આ ગીતનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોના મોઢે આજ ગીત સાંભળવા મળતુ હતું, સોશીયલ મીડિયામાં સહદેવ વાયરલ થયો અને રાતોરાત સોશીયલ મીડિયા સન્સેશનલ બની ગયો. તેના આ વીડિયોએ એવી તો ધૂમ મચાવી કે લોકો તેના ફેન્સ થઇ ગયા. સહદેવના રાજ્યના મુખ્યમંત્રી હોય કે બોલીવુડ સેલીબ્રીટીઝ તમામ લોકો તેના ચાહકોમાં સામેલ થઇ ગયા. છત્તીસગઢના નાનકડા સુકમા જિલ્લાનો રહેવાસી સહદેવ આખાયે દેશમાં જાણીતો એક ચહેરો બની ગયો. પ્રાપ્ત થતા સમાચારો મુજબ સહદેવ મંગળવારની રાતે માર્ગ અકસ્માતને ભેટ્યો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જગદલપુરની મેડિકલ કોલેજમાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને હાલ તેને આઇસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે. સહદેવના માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે અને માથામાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. સહદેવને માથાના ભાગે 8 ટાંકા પણ લેવા પડ્યા છે. તેની હાલતને જોતા તેને રાયપુર રિફર કરવામાં આવ્યો છે. સહદેવે બોલીવુડ રેપર બાદશાહ સાથે પણ કામ કર્યુ છે અને બાદશાહ સતત ટેલીફોનીક સંપર્કમાં હોવાની જાણકારી પણ તેના પરિવારજનો પાસેથી મેળવી રહ્યા છે. સહદેવના સંબંધી પિન્ટુ માનિકપુરીએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે અકસ્માતના સમાચાર સાંભળીને મંગળવારની રાતથી લઈને બુધવારની સવાર સુધી બાદશાહે 6થી 7 વખત ફોન કરીને સહદેવની તબિયતના સમાચાર પૂછ્યા હતા. બાદશાહે સહદેવના પરિવારને જણાવ્યું હતું કે તેઓ કોઇપણ મદદ માટે વિના સંકોચે સંપર્ક કરી શકે છે. દેશની કોઈપણ શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તો ત્યાં સારવાર કરાવો, તેમની ટીમ તમામ પ્રકારની મદદ કરશે. બાદશાહની એક ટીમ રાયપુર પણ પહોંચી છે, સાથે જ બચપન કે પ્યાર મ્યુઝિક આલ્બમમાં સહદેવની કો ચાઈલ્ડ એક્ટર અવનિ ચેબ પણ સહદેવની ખબર પૂછવા રાયપુર પહોંચી હતી.

કેવી રીતે થયો અકસ્માત

મંગળવારે સાંજે સહદેવ તેના મિત્રો સાથે ટુ વ્હીલર પર શબરીનગર તરફ જઇ રહ્યો હતો. ત્યારે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા વાહન પલટી ખાઇ ગયું અને તે અકસ્માતમાં સહદેવને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

કોણ છે સહદેવ

આપને જણાવીએ કે સહદેવ દિરદોએ ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તાર પેંદલનારમાં ધોરણ પાંચમા અભ્યાસ કરતા સહદેવે 26મી જાન્યુઆરીની તૈયારી કરવાના સમયે આ ગીત ગાયું હતું. આ ગીત એટલું વાયરલ થયું હતું કે તે સમગ્ર દેશમાં છવાઈ ગયું. આ ગીતથી સદહેવ દેશભરમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો હતો. સહદેવની શાળાના શિક્ષકે વર્ષ 2019માં તેનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. સહદેવ તેના વર્ગખંડમાં સ્કૂલ યુનિફોર્મમાં બચપન કા પ્યાર ગીતને ગાતો હતો. ઉલ્લેખનીય છે કે ટીવીના અનેક સ્ટાર્સ તેની પર રીલ્સ બનાવી ચૂક્યા છે. બોલીવુડ રેપરે સહદેવના વાયરલ ગીતને લઇને રેપસોંગ પણ બનાવ્યું હતુ અને તેમાં સહદેવે પોતે પણ પોતાની ગાયેલી લાઇન્સમાં ગાયુ હતુ. આ ગીતને ખુબ પસંદ કરવામાં આવ્યું હતુ. સહદેવ જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી શુભેચ્છાઓ.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share