corona china
World

ચીનમાં કોરોના વકર્યો, ફરી લોકડાઉનની સ્થિતી ! લોકો ઘરોમાં કેદ

વિશ્વમાં કોરોનાએ ફરી આંતક ફેલાવવાનું શરૂ કર્યું છે અને વિશ્વના અનેક દેશોની સ્થિતી બદ થી બદતર થવા લાગી છે. હજારો લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાની શરૂઆત જે દેશથી થઇ હતી ત્યાં પણ પરીસ્થીતી વિકટ બની રહી છે. ચીનમાં રોજે રોજ સંક્રમિતોનો આંક એ હદે વધી રહ્યો છે કે ચીને ફરી એકવાર અનેક વિસ્તારોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. છેલ્લા છ દિવસથી અનેક લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. તો આ તરફ વિશ્વના અનેક દેશોની પણ આજ હાલત દેખાઇ રહી છે. સતત વધતા કેસીસની વચ્ચે અમેરિકાએ કેટલાય પ્રતિબંધોને દુર કરવાનો નિર્ણય લીધો છે. જે દર્દીઓને કોરોનાના લક્ષણો ન હોય તેવા દર્દીઓનો ક્વોરોન્ટીન ટાઇમ અડધો કરી દેવાયો છે. બીજી બાજુ ફ્રાન્સમાં વધતા સંક્રમણની વચ્ચે કર્મચારીઓને ઓછામાં ઓછા ત્રણ દિવસ ઘરેથી કામ કરવાની સૂચના આપી દીધી છે. જેથી કરીને લોકો પોતાના ઘરમાં રહે અને અન્યોના સંપર્કમાં ન આવે જેથી સંક્રમણ દરને નિયંત્રીત કરી શકાય.

ફરી લોકો થયા ‘લોક’

સમગ્ર વિશ્વને ભરડામાં જે વાયરસે લીધો તે વાયરસનું હોટસ્પોટ ગણાતા ચીને કોરોનાને લઇને ઓછુ નુકસાન વેઠ્યું છે. કોરોનાનો પ્રકોપ હળવો થયા બાદ પણ “zero Covid” એટલે કે “શૂન્ય કોવિડ” ના નિયમા લાગુ જ રાખ્યા. યાનમાં તો અનેક લોકોને ઘરમાં રહેવાનો આદેશ અપાયો છે. ચીનના શીઆન શહેરમાં સંક્રમણનો દર વધતા અનેક સંક્રમિતોની સાથે સાથે ૧૩ મિલિયન લોકોને તેઓના ઘરમાં જ રહેવા હુકમ કર્યો છે અને તમામ લોકો ૬ દિવસથી સતત તેઓના ઘરમાં કેદ છે. ચીનમાં હાલ જે સંક્રમણ ફેલાયું છે તે છેલ્લા ૨૧ મહિનાનું સૌથી વધુ સંક્રમણ છે. સજ્જડ રીતે તેઓને ઘરોમાં રાખવામાં આવી રહ્યા છે અને લોકો સોશિયલ મીડિયા પર મદદની ગુહાર પણ લગાવી રહ્યા છે. શિઆનના એક સ્થાનિકે મદદ માંગતા લખ્યુ હતું કે, તેની પાસે હવે ખાવા માટે પણ કંઇ બચ્યું નથી અને તે ભૂખથી મરી રહ્યો છે. તેણે લખ્યું છે કે મને બહાર નીકળાની મંજૂરી નહીં આપવામાં આવે તો તે ભૂખથી મરી જશે. તેના ઘરમાં બધો જ ખાવાનો સામાન પતી ગયો છે અને તે મદદ માંગી રહ્યો હતો.

લોકો કરી રહ્યા છે ફરિયાદ

ચીનની જનતા પર કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે, અને નિયંત્રણોનું પાલન કડક રીતે કરાવવમાં આવી રહ્યું છે તો આનાથી જનતા કેટલીક પરેશાની પણ અનુભવી રહી છે. લોકો મદદ માંગી રહ્યા છે તો થોડાક નિયમ હળવા કરવાની પણ માંગ કરી રહ્યા છે. સૌથી પહેલા ફેલાયેલા કોરોનામાં જે શહેર હતું તે હતું વુહાન અને ત્યાં જ સંક્રમણ વધતા વુહાનને સમગ્ર વિશ્વથી અલગ કરી દેવાયુ હોય તેચલા નિયંત્રણો ત્યાં લાગુ કરાયા હતા. ફરી ચીન એજ દિશામાં આગળ વધી રહ્યું છે.

અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. વધતા સંક્રમણને કારણે સમગ્ર વિશ્વમાં 11,500 વિમાની ઉડાને રદ કરવાની ફરજ પડી રહી છે. ફરી એકવાર વિશ્વ કોરોનાની ચપેટમાં સપડાઇ રહ્યું છે અને અનેક દેશો પ્રભાવિત થઇ રહ્યા છે. ફરી એકવાર વધતા સંક્રમણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે અને ફરી નિયંત્રણો વધતા જઇ રહ્યા છે. વિશ્વના અનેક દેશો લોકડાઉનની રાહે જવા મજબૂર થઇ રહ્યા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share