Food & Travel

શું તમને દુનિયાની સૌથી ઠંડી 10 જગ્યાઓ ખબર છે?

ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જબરજસ્ત ઠંડી પડે છે અને ભારતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ત્રણ ચાર ડિગ્રી સેલ્સીયસ સુધી ગગડે તો પણ લોકોની ધ્રુજારી અનુભવવા લાગે છે. જ્યારે કે વિશ્વમાં અનેક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં ખુબ ઠંડી પડે છે, અહીં નદી તળાવ પણ બરફ બની જાય છે અને દૂર દૂર સુધી માત્ર ગ્લેશીયર જ નજરે પડે છે. આજે અમે તમને એવી જ વિશ્વની સૌથી ઠંડી 10 જગ્યાઓ વિષે જણાવીશું.

પ્રોસ્પેક્ટ ગ્રીક, અલાસ્કા ( અમેરિકા )
1970ના દશકના અંતમાં ટ્રાંસ-અલાસ્કા પાઇપલાઇન સીસ્ટમનું નિર્માણ વર્કર્સ માટે એક વસાહતના રૂપમાં કરવામાં આવ્યું હતું. તે વસાહત આજે તો વેરાન જોવા મળે છે, 1971માં અહીં તાપમાન -61 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આ વસાહત આજે પણ અમેરિકાની સૌથી વધુ ઠંડી જગ્યા કહેવાય છે.

સ્નાગ, યુકોન પ્રાંત ( કેનેડા )
1947માં ઉત્તર પશ્ચિમ કેનેડાના યુકોન પ્રાંતમાં નાનકડું ગામ હતું જ્યાં માત્ર 10 લોકોના ઘર હતા. આ ગામ બીજા વિશ્વ યુધ્ધના દરમિયાન લેંડિંગ સ્ટ્રીપ માટે તેનો ઉપયોગ કરતો હતો જે બાદમાં હવામાન સ્ટેશન બની ગયું. અહીંનું તાપમાન -62 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

યકુત્સ્ક, સાયબેરિયા ( રશિયા )
યકુત્સ્કનું નામ દુનિયાના સૌથી ઠંડા શહેરોમાં લેવામાં આવે છે. જોકે, અહીં ખુબ થોડા સમય માટે ગરમી પણ પડે છે. વર્ષ 2011માં અહીંનું તાપમાન 38.4 ડિગ્રી સેલ્સીયસ સુધી વધ્યું હતું, પણ આ જગ્યા અતિશય ઠંડી માટે પ્રસિધ્ધ છે. અહીંનું તાપમાન -64.4 ડિગ્રી સુધી ગગડે છે. ઠંડીના આ દિવસોમાં આ શહેરમાં વહેતી લેના નદીનું પાણી એટલી હદે જામી જાય છે કે તેનો રસ્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.

નોર્થ આઇસ ( ગ્રીનલેંડ )
1950ના દશકમાં બ્રિટીશ નોર્થ ગ્રીનલેંડના અભિયાન દરમિયાન આ રિસર્ચ સ્ટેશન નોર્થ અમેરિકામાં સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ બનાવી ચુક્યું છે. વર્ષ 1954માં અહીંનું તાપમાન -61.1 નોંધવામાં આવ્યું હતું.

ઓમ્યાકોન, સાયબેરિયા ( રશિયા )
ઓમ્યાકોનનું નામ પૃથ્વીની કાયમ ઠંડી રહેતી જગ્યાઓમાં એક છે. 1933માં અહીંનું તાપમાન -67.7 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું, 500 લોકોની વસ્તી ધરાવતા સ્થળ પર બાળકોની શાળા પણ -55 ડિગ્રી તાપમાન નીચે પહોંચતા બંધ કરી દેવામાં આવે છે.

ક્લિંક સ્ટેશન ( ગ્રીનલેંડ )
ક્લિંક હવામાન સ્ટેશને આર્કટિક વર્તુળની સૌથી ઠંડી જગ્યાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. સેંટ્રલ ગ્રીનલેન્ડમાં વસતી આ જગ્યાએ ડિસેમ્બર 1991માં -69.6 ડિગ્રી તાપમાન સાથે ઓમ્યાકોનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આટલુ ઓછુ તાપમાન હોવા છતા ગ્રીનલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં બરફ ખુબ જલ્દી ઓગળે છે.

દેનાલી, અલાસ્કા ( અમેરિકા )
સમુદ્ર તટથી લગભગ 6000 મીટર ઉંચાઇ પર માઉંટ ડેનાલી ઉત્તરી અમેરિકાનો સૌથી ઉંચો પર્વત છે. અહીં સામાન્ય રીતે -10 ડિગ્રી તાપમાન રહે છે. આ પર્વત પર ચઢવાવાળા લગભગ અડધા જ લોકો પર્વતની ચોટી સુધી પહોંચી શકે છે. આનું તાપમાન -73 ડિગ્રી સુધી નોંધાઇ ચુક્યું છે.

અમુંડસેન સ્કોટ સ્ટેશન ( એેંટાર્કટિકા )
દક્ષિણ ધ્રુવ સ્થીત અમુંડસેન સ્ટેશન વર્ષ 1956માં સ્થાપવામાં આવ્યું હતું. અહીં ગરમીમાં 6 મહિના અજવાળુ રહે છે અને ઠંડીમાં 6 મહિના અંધારુ છવાયેલું રહે છે. ઇસ્ટ એંટાર્કટીકાના આ વિસ્તારમાં જુન 1982માં -82 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડી ગયો હતો.

વોસ્ટોક સ્ટેશન ( એંટાર્કટિકા )
વોસ્ટોક રિસર્ચ સ્ટેશનની સ્થાપના સોવિયેત સંઘમાં વર્ષ 1957માં કરવામાં આવી હતી. જુલાઇ 1983માં આ જગ્યાનું તાપમાન -82.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ ધરતીનું સૌથી શુષ્ક સ્થાન છે. વર્ષમાં અહીં લગભગ 20 મિલીમીટર બરફવર્ષા થાય છે.

એંટાર્કટિકા પઠાર ( એંટાર્કટિકા )
ઇસ્ટર્ન એંટાર્કટિકા પઠારનું નામ દુનિયાની સૌથી ઠંડી જગ્યાનો રેકોર્ડ ધરાવે છે. 2004 અને 2016ના વચ્ચે ડોમ આર્ગસ અને ડોમ ફુજી નામની જગ્યાઓ પર સેટેલાઇટ ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. આ પુરા એરિયા ક્ષેત્રફળમાં ઓસ્ટ્રેલિયાની બરાબર છે. આ ડેટાથી ખબર પડી છે કે અહીંનું તાપમાન -94 ડિગ્રી સેલ્સીયસ આસપાસ જઇ શકે છે. આ ધરતીની સૌથી ઠંડી જગ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share