વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Gujarat News

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 પૂર્વે પાંચમી કડીના અંતે 96 MoU કરવામાં આવ્યાં

વાયબ્રન્ટ સમિટની આગામી 10 મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.  આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે પાંચમી કડીમાં 16 MOUs સંપન્ન થયા હતા.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.

 આ સૂચિત રોકાણો માટેના જે MOU થયા છે તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રીત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના MOU મુખ્યત્વે રહ્યા છે.

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના MOU પણ આ સોમવારે કરવામાં આવ્યા છે.

આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહિ, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે.

સોમવાર તા.ર૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ MOUની પાંચમી કડીમાં આ ઉપરાંત 70 મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્સ માટે MOU થયા હતા.

નોંધનીય છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં 80 MOU થયા છે.

27મી ડિસેમ્બરના રોજ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ 16 MOU મળી સમગ્રતયા 96 જેટલા MOU પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ  છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share