Month: March 2022

યુપી સહિત 5 વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી પર પડી શકે છે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહત્વપૂર્ણ હશે, કારણ કે રાજ્યના 403 ધારાસભ્યોમાંથી દરેક પાસે સૌથી વધુ મત મૂલ્ય એટલે કે 208 છે. આ અઠવાડિયે દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો, આ રાજ્યોના આગામી મુખ્યપ્રધાન કોણ હશે તે…

ધ દૂરબીન દ્વારા પ્રિ-વિમેન્સ ડે સેલિબ્રેશનના ભાગરૂપે હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું

ધ દૂરબીન દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના ભાગરૂપે પ્રિ-વિમેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. રવિવારની વહેલી સવારે 6ઠ્ઠી માર્ચના રોજ ધ દૂરબીન દ્વારા મંદિર સે મસ્જિદ તક હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી થઇ હતી અને…

રશિયાના મિસાઈલ હુમલામાં યુક્રેનનું એરપોર્ટ સંપૂર્ણપણે નાશ, ઝેલેન્સકીએ ફાઈટર જેટની માંગણી કરી

રશિયાના હવાઈ હુમલામાં રવિવારે યુક્રેનનું વિનિત્સિયામાં હેવરીશોવકા એરપોર્ટ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

અમદાવાદના ખોખરામાં ભીષણ આગ, પાંચ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાયપુર ભજિયાં હાઉસ ખાતે ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ ફાટી નીકળી હતી. ધીમે ધીમે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને…

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલોઃ પોલીસકર્મી સહિત 20 લોકો ઘાયલ, એક નાગરિકનું મોત, આતંકીઓની શોધખોળ શરૂ

શ્રીનગરના અમીરાકદલમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ વિસ્ફોટને કારણે એક પોલીસ કર્મચારી સહિત 20 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ગંભીર રીતે ઘવાયેલા એક નાગરિકનું પણ મોત થયું હતું. અચાનક થયેલા વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી…

IPL 2022 : BCCIએ IPL શેડ્યૂલ જાહેર કર્યું, ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે 26 માર્ચે થશે ટક્કર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2022નું શેડ્યૂલ જાહેર કર્યું છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

UP Elections 2022 : યુક્રેન મામલે પણ વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં (pm modi varanasi rally)એક ચૂંટણી (up election 2022) રેલીમાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા તેમના પર રાષ્ટ્રીય સંકટના સમયે રાજનીતિક લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ (pm Narendra Modi)કહ્યું કે આપણા ગામની એક…

રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને પરિવહન માટે GSRTC ના ફ્રી પાસ મળશે, ગુજરાત સરકારની મહત્વની જાહેરાત

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જીએસઆરટીસીમાં(GSRTC) મુસાફરી અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જોકે, રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર (CM Bhupendra Patel) મોટી…

દુનિયાની સામે પહેલીવાર તાલિબાનનો ઈનામી ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાની, પાકિસ્તાનને આપ્યો ઝટકો

તાલિબાનનો ગૃહમંત્રી અને 10 મિલિયન ડોલરનું ઈનામ ધરાવતો આતંકવાદી સિરાજુદ્દીન હક્કાની પહેલીવાર દુનિયાની સામે આવ્યો છે. સિરાજુદ્દીન હક્કાની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનો પાલતુ છે અને આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનો લીડર છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સિરાજુદ્દીન હક્કાની પહેલીવાર…

બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીનો પુત્ર મયંક SPમાં જોડાયા, અખિલેશે આઝમગઢમાં જાહેરાત કરી

ભાજપના સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ જાહેરાત સપા પ્રમુખ અખિલેશ યાદવે આઝમગઢમાં કરી હતી. આ દરમિયાન તેણે સ્ટેજ પર મયંકનું સ્વાગત કર્યું અને આભાર માન્યો.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share