India Main

Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી

Listen Article
Getting your Trinity Audio player ready...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘Man Ki Baat’ ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ છે.”મન કી બાત” એ વડાપ્રધાનનું માસિક રેડિયો સંબોધન છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે.

એક અઠવાડિયા પહેલા, ગયા રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત એક મેગેઝિન શેર કર્યું હતું. વડાપ્રધાને લોકોને આજે તેમના રેડિયો સંબોધનમાં ભાગ લેવા પણ કહ્યું હતું. આવો, જાણીએ આજે ​​તેમણે શું કહ્યું.

PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે દેશને નવું મ્યુઝિયમ મળ્યું છે. પીએમ મ્યુઝિયમમાંથી વડાપ્રધાનો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળી રહી છે. આનાથી લોકોમાં ઈતિહાસ વિશેનો રસ વધ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે PM સંગ્રહાલયને લઈને સૌથી વધારે પત્ર મળ્યા છે.

બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર સંગ્રહાલયનું લોકાર્પણ થયું તે મોટી વાત છે એવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકો હોંશે હોંશે સંગ્રહાલયોને ભેટ અને દાન આપી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે હવે રજાઓમાં તમે પણ મિત્રો સાથે સંગ્રહાલય જરૂર જઈ આવજો. કોવિડ મહામારી બાદ ડીજિટલાઈઝેશન પર ખાસ જોર આપવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ તો એની ઉજવણી સ્વરૂપે દરેક જિલ્લામાં 75 જળાશયો બનાવવામાં આવશે એવું પણ PM મોદી બોલ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ટેક્નોલોજીની શક્તિ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, તે આપણે આપણી આસપાસ સતત જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. હવે નાના શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પણ લોકો UPI દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે પાણીની ઉપલબ્ધતા અને પાણીની અછત, તે કોઈપણ દેશની પ્રગતિ અને ગતિ નક્કી કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે ‘મન કી બાત’ માં, સ્વચ્છતા જેવા વિષયો સાથે, હું ચોક્કસપણે પાણી સંરક્ષણ વિશે વારંવાર વાત કરું છું.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share